કમ્પાલાઃ યુગાન્ડા ટ્રાફિક પોલીસના નવા રિપોર્ટ અનુસાર દેશના માર્ગો પર ગત બે સપ્તાહમાં ઓછામાં ઓછાં 134 વ્યક્તિએ જાન ગુમાવ્યો છે. આ સાથે એક મહિનામાં મોતની સંખ્યા 269 થઈ છે. ટ્રાફિક પોલીસના પ્રવક્તા ફરિદાહ નામ્પિમાએ જણાવ્યું હતું કે ગત બે સપ્તાહમાં દેશના માર્ગો પર કુલ 705 અકસ્માત નોંધાયા હતા.
2023ની 15 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીના ગાળામાં કુલ 345 અકસ્માતોમાં 65 લોકોના મોત નીપજ્યા હતા અને 285ને ઈજા પહોંચી હતી. જ્યારે 22 જાન્યુઆરીથી 28 જાન્યુઆરીના ગાળામાં કુલ 360 અકસ્માતોમાં 69 લોકોના મોત નીપજ્યા હતા અને 279ને ગંભીર ઈજા પહોંચી હતી. આ બે સપ્તાહમાં 123 અકસ્માત જીવલેણ હતા જ્યારે 380 ગંભીર અને બાકીના માઈનોર હતા.