કમ્પાલાઃ આ સમરમાં જાપાનના ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં બોક્સિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટે યુગાન્ડા તૈયારી કરી રહ્યું છે ત્યારે સૌ પ્રથમ મહિલા બોક્સર કેથરિન નાન્ઝીરી યુગાન્ડાનું પ્રતિનિધિત્વ કરશે.
નાન્ઝીરીએ આ સ્થાને પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે. તે અન્ય છોકરીઓ માટે પ્રેરણારૂપ બનશે. તેણે જણાવ્યું કે દરેક ખેલાડીની ઈચ્છા ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાની હોય છે અને તેને પ્રથમ મહિલા બોકસર તરીકે ભાગ લેવાની તક મળી છે જે તેના હિતમાં છે.
દુનિયામાં ૧૨મા અને આફ્રિકામાં ચોથા સ્થાને રહેલી નાન્ઝીરી રેંકિંગના આધારે ક્વોલિફાય થઈ હતી.નાન્ઝીરીએ જણાવ્યું કે લોકો તેની સામે જુએ ત્યારે તેમને લાગતું હોય છે કે તે બોક્સિંગ નહીં કરી શકે અને આ જ શસ્ત્રનો તે રિંગમાં ઉપયોગ કરે છે.
યુગાન્ડાના એથ્લેટ્સે જીતેલા કુલ સાત મેડલમાંથી ચાર તો બોક્સિંગ સ્પર્ધામાં મેળવ્યા હતા.