કમ્પાલાઃ યુગાન્ડામાં સજાતીયતાવિરોધી બિલ પસાર થયા પછી LGBTકોમ્યુનિટી ભય હેઠળ જીવી રહી હોવાના અહેવાલો છે. સજાતીયની ઓળખ જાહેર થવા સાથે વ્યક્તિને આજીવન કેદ તેમજ કેટલાક કેસમાં મોતની સજા થઈ શકે છે. કોમ્યુનિટીના કર્મશીલોએ આ સ્થિતિમાં યુગાન્ડાને અપાતી સહાય અટકાવી દેવા યુરોપિયન યુનિયનને હાકલ કરી છે અને તે સહાયનો ઉપયોગ માનવ અધિકારોના રક્ષણ માટે કરવાની માગણી કરી છે.
યુગાન્ડાને વર્ષોથી ઉદાર આંતરરાષ્ટ્રીય સહાય મળતી રહી છે પરંતુ, પ્રમુખ મુસેવેનીએ સજાતીયતાને અપરાધ ગણાવતા કાયદા પર 2014માં સહી કર્યા પછી તેમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે. બીજી તરફ, યુગાન્ડામાં ધાર્મિક નેતાઓએ સજાતીય વ્યક્તિઓની હત્યા કરવાની ઉશ્કેરણી શરૂ કરવાથી કોમ્યુનિટીમાં ભય વ્યાપી ગયો છે.