કમ્પાલાઃ ૨૦૦૫માં ઓઈલ પામની ખેતીની શરૂઆત થઈ ત્યારથી વધુને વધુ ખેડૂતો આ પાક તરફ વળ્યા છે. એડવિન કિસેકાએ ૨૦૧૩માં પહેલી વખત ઓઈલ ફામનું વાવેતર કર્યું હતું. આવતા વર્ષે માર્ચમાં તેઓ નવા છોડ વાવવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેઓ ભાવમાં ફેરફાર, પર્યાવરણીય અસર અને ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે.
ભાવમાં વધઘટ સૌથી મોટો પડકાર છે. પરંતુ, તેનો સામનો કેવી રીતે કરવો તે ખેડૂતો શીખી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે બીજો પડકાર ખાતરનો છે. તેમને ખાતર ખૂબ મોંઘુ મળે છે. તેમના મતે એક ઈનપુટ શોપ હોવી જોઈએ. ખેડૂત ત્યાં જઈને વાજબી ભાવે ખાતર ખરીદી શકે તેમ હોવું જોઈએ. ખાતર નકલી ન હોવું જોઈએ.
એક કિલો વેજીટેબલ ખાદ્ય તેલની કિંમત એક ડોલર હોય છે પણ તેમાં સુધારો થઈ શકે.
૨૦૨૦માં યુગાન્ડાની પામ ઓઈલની કુલ નિકાસ ૪૫ મિલિયન ડોલર રહી હતી.
યુગાન્ડાના અતિ ગરીબ જીલ્લાઓ પૈકી એકમાં લોકોનું જીવનધોરણ સુધારનારા પાક માટે માર્કેટને મજબૂત બનાવવા અને વિસ્તારવા માટે સરકારે ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.
ફાઈનાન્સ મિનિસ્ટ્રીના પરમેનન્ટ સેક્રેટરી રામાથાન ગ્ગુબીએ જણાવ્યું હતું કે અહીં માર્કેટની સમસ્યા છે તેથી કૃષિનું ઔદ્યોગિકરણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એકમાત્ર સ્સેસી આઈલેન્ડ પર જ દર મહિને ઓઈલ પામ દ્વારા ૨૮૦,૦૦૦ ડોલરની આવક થાય છે. ત્યાં એક મિલિયન જેટલાં વૃક્ષો છે