યુગાન્ડામાં જમીનો ધસતાં 15ના મોત, 113 લાપતા

Wednesday 04th December 2024 03:38 EST
 

કમ્પાલાઃ પૂર્વ યુગાન્ડામાં 27 નવેમ્બરે ભારે વરસાદથી પર્વતાળ જિલ્લા બુલામબુલીમાં માસુગુ, કિમોનો સહિત છ ગામમાં સંખ્યાબંધ ઘર ભૂસ્ખલનોથી દટાઈ ગયા હતા અને ઓછામાં ઓછાં 15 લોકોના મોત થયા હતા તેમજ 113 લોકો લાપતા છે. યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટીના જણાવ્યા મુજબ બચાવ અને દટાઈ ગયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે પરંતુ, મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

ગામના લોકો જમીનો હેઠળ દટાયેલાને શોધી રહ્યાનું દર્શાવતા વીડિયોઝ વાયરલ થયા છે. તાજેતરમાં યુગાન્ડામાં ભારે વરસાદ પછી નોર્થવેસ્ટમાં નાઈલ નદીની શાખાનાં ધસમસતાં પાણી કિનારા તોડી આગળ વધ્યા પછી મુખ્ય માર્ગો બાકીના દેશથી અલગ પડી જતાં એલર્ટ જાહેર કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter