કમ્પાલાઃ યુગાન્ડાના સુરક્ષા દળોએ જાસૂસીની શંકાના આધારે દેશના ટોચના શિક્ષણવિદો પૈકી એક અને પ્રાઈવેટ વિક્ટોરિયા યુનિવર્સિટીના વાઈ ચાન્સેલર લોરેન્સ મુગાન્ગાની બીજી ઓગસ્ટે ધોળે દિવસે ધરપકડ કરી હોવાનું મિલિટરીએ જણાવ્યું હતું. તેમને કમ્પાલાની ભરચક સ્ટ્રીટમાં મુખ્ય મથકે લઈ જવાયા હતા.
તેમનુ અપહરણ કરાયું હોવાનું સૂચવતી સોશિયલ મીડિયા પરની પોસ્ટ પર પ્રતિક્રિયામાં મિલિટરીના મહિલા પ્રવક્તા બ્રિગેડિયર ફ્લેવિયા બાયક્વાસોએ જણાવ્યું કે મુગાન્ગાના અપહરણના અહેવાલ ખોટા છે. દેશમાં જાસૂસી અને ગેરકાયદેસર રોકાણ બદલ સંયુક્ત સુરક્ષા દળોએ તેમની ધરપકડ કરી છે અને તપાસ શરૂ થઈ છે.
યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા અપાઈ ન હતી.
મુગાન્ગા રવાન્ડા વંશીયતા બેનિયારવાન્ડાના અગ્રણી છે અને યુગાન્ડામાં તે કોમ્યુનિટીના એક વર્ગના પ્રવક્તા છે.
અગાઉ આ વર્ષે તેમણે રવાન્ડાની વંશીય કોમ્યુનિટીનું નામ બદલીને અબાવાન્ડીમ્વે કરવાના અભિયાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે જણાવ્યું કે કે યુગાન્ડા સરકાર દ્વારા તેમને
હાંસિયામાં ધકેલી દેવાયા હતા અને તેઓ વિદેશી હોવાથી તેમને આઈડી કાર્ડ જેવી જાહેર સેવા આપવાનો ઈન્કાર કર્યો હતો.