કમ્પાલાઃ યુગાન્ડાના વિદેશ બાબતોના પ્રધાન જનરલ જેજે ઓડોન્ગોએ ઈયુ અને આફ્રિકન યુનિયનની સંયુક્ત શિખર બેઠકને રસપ્રદ વિચારવિમર્શ ગણાવીને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બન્ને પ્રાંત સાથે મળીને બિઝનેસ કેવી રીતે કરી શકાય તે વિશે નવો અભિગમ વિક્સાવી રહ્યા છે.
યુગાન્ડામાં માનવ અધિકારોનો ભંગ અને અત્યાચારને વખોડતા ઈયુના નિવેદન વિશે તેમણે સ્વીકાર્યું કે તેવી કેટલીક ઘટના બની છે. પરંતુ, તેના ગુનેગારોને ઝડપી પાડવા તપાસ ચાલી રહી છે. કેટલાંક લોકોને તેમના આવા કૃત્ય બદલ મૃત્યુદંડ અપાયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.