કમ્પાલાઃ યુગાન્ડાના મિનિસ્ટર ફોર લોકલ ગવર્મેન્ટ, રાફાએલ માગ્યેઝીએ જણાવ્યું છે કે સરકાર તમામ લોકલ ગવર્મેન્ટ નેતાઓના પગાર વધારવા વિચારે છે. પ્રમુખ યોવેરી મુસવેનીએ મંત્રાલયને વેતનમાળખાકીય પેપર તૈયાર કરવા જણાવ્યું છે. સ્થાનિક નેતાઓએ આ નિવેદનને આવકારતા જણાવ્યું હતું કે તેઓ વેતનવધારાને લાયક છે.
માગ્યેઝીએ કહ્યું હતું કે માસિક 10,000 શિલિંગ્સ (Shs)નું વેતન ધરાવતા વિલેજ ચેરપર્સન્સથી શરૂ કરી તમામ સ્થાનિક સરકારના નેતાઓનું વેતનમાળખું સુધારવાની સરકારની યોજના છે. આ પગલાંથી નેતાઓ વચ્ચે વેતનની અસમાનતાનું નિરાકરણ આવી જશે. સરકાર પબ્લિક સર્વિસ રિફોર્મ પ્રોગ્રામ અંતર્ગત વેતનમાળખાની સંપૂર્ણ ફેરબદલ કરવા અભ્યાસ કરી રહી છે. યુગાન્ડા લોકલ ગવર્મેન્ટ એસોસિયેશન જેવા વિવિધ એડવોકસી ગ્રૂપ્સ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન્સ અને કાઉન્સિલર્સના વેતનો વધારવા સરકારને સતત અનુરોધ કરતા રહ્યા છે. પગાર ઘણાં ઓછાં હોવાના કારણે વિલેજ ચેરપર્સન્સ સામાજિક સેવાઓ અને ન્યાય ઈચ્છતા સ્થાનિક લોકો પાસેથી નાણા પડાવતા હોવાની પણ ફરિયાદો છે.