યુગાન્ડાવાસીઓ માટે યુકેમાં કેરર્સ તરીકેની ભરતીમાં ઉજળી તક

Wednesday 30th March 2022 06:41 EDT
 
 

લંડનઃ Assured HR દ્વારા 5 માર્ચે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે 2022ની ઉજવણી નિમિત્તે ઓનલાઈન વેબિનાર યોજાયો હતો. યુકેમાં કેરર્સ તરીકેની ભરતીમાં યુગાન્ડાવાસીઓ માટે ઉજળી તક હોવાનું પણ જણાવાયું હતું. યુકેના કેર સેક્ટરમાં 100,000થી વધુ નોકરીઓ ખાલી છે. યુકેના કેરર્સમાં 83 ટકા મહિલાઓ છે. યુકે સરકારે કેર વર્કર્સ, કેર આસિસ્ટન્સ અને હોમ કેર વર્કર્સને આવરી લેવા હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા વિસ્તાર્યા છે. 15 ફેબ્રુઆરીથી અમલી બનેલા નવા વિઝા નિયમોમાં ફેરફાર ઓછામાં ઓછાં 12 મહિના સુધી અમલી રહેશે. આ વિઝા હેઠળ હજારો ઓવરસીઝ કેર વર્કરને ભરતીમાં તક મળશે.

લંડનમાં કાઉન્સિલર મીના પરમાર દ્વારા 2010માં સ્થાપિત Assured HR યુકેમાં નર્સિંગ અને કેર હોમ્સમાં કેરર્સની આંતરરાષ્ટ્રીય રીક્રુટમેન્ટમાં નિષ્ણાત છે. તેઓ મહિલાઓને રોજગારીની તક આપીને અને તેમની પશ્ચાદભૂને ધ્યાનમાં લીધા વિના સફળતાની સમાન તક આપવા સાથે લૈંગિક પૂર્વગ્રહો દૂર કરવા બાબતે ઉત્સાહી છે. કાઉન્સિલર મીના પરમારે જણાવ્યું હતું કે, ‘મને આગળ વધવાની શક્તિ આપનારી મહિલાઓના સમર્થન વિના હું મારી કારકિર્દીમાં આજે જ્યાં છું ત્યાં ઉભી ન હોત.’

આ ઈવેન્ટના ચાવીરૂપ વક્તાઓમાં યુગાન્ડાના ક્યેગેગ્વા ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતાં પાર્લામેન્ટના મહિલા સાંસદ ફ્લેવિઆ કાબાહેન્ડાનો સમાવેશ થયો હતો. તેઓ પણ લૈંગિક સમાનતા અને મહિલા પ્રતિનિધિત્વના હિમાયતી છે. તેઓ યુગાન્ડાના પાર્લપામેન્ટની જેન્ડર, લેબર એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન પણ છે.

લંડનમાં યુકેસ્થિત યુગાન્ડા હાઈ કમિશનમાં ટુરિઝમ એન્ડ કોમર્શિયલ ડિપ્લોમસીના વડા મિરિયમ ઓટેન્ગો પણ ઈવેન્ટમાં હાજર હતાં. યુગાન્ડામાં બેરોજગારી ઘટાડવા તેમણે યુગાન્ડનો માટે આંતરરાષ્ટ્રીય રીક્રુટમેન્ટની તક આપતા Assured HR સાથે હાથ મિલાવ્યા છે.

Assured Hrના સીઈઓ ડો. દેવ ચૌહાણ દેરીઆટ્રિક મેડિસીનના સ્પેશિયાલિસ્ટ છે જેઓ કેર સેક્ટરને બરાબર સમજે છે અને યુકેમાં સોશિયલ કેર પ્રોવાઈડર્સ સાથે કામ કરવાનો વિશાળ અનુભવ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter