કમ્પાલાઃ તાજેતરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) દ્વારા પ્રકાશિત વૈશ્વિક તપાસ અહેવાલ પેગાસસ રિપોર્ટમાં જણાયું હતું કે યુગાન્ડાના ભૂતપૂર્વ વડા પ્રધાન રુહાકાના રુગુન્ડા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સામ કુતેસા તથા ઉચ્ચ અધિકારીઓના સંખ્યાબંધ ફોન ટેપીંગમાં રવાન્ડા સંકળાયેલું છે.
OCCRPના રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે એક્સટર્નલ સિક્યુરિટી ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ જોસેફ ઓક્વેટની ફોન વાતચીત પર દેખરેખ રાખવા માટે ઈઝરાયેલની બનાવટના સ્પાયવેરનો પણ ઉપયોગ કરાયો હતો.
આ નંબરોનું લિસ્ટ એ પણ દર્શાવે છે કે કગામે સરકારે પડોશી દેશોના રાજકીય અને લશ્કરી ઉચ્ચ વ્યક્તિઓને લક્ષ્ય બનાવવા માટે પેગાસસનો ઉપયોગ કર્યો હોઈ શકે. આ ડેટામાં યુગાન્ડા, બુરુન્ડી અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના કેટલાંક અગ્રણીઓનો સમાવેશ થાય છે. વર્ષોથી પડોશી દેશો સાથે રવાન્ડાના સંબંધો ભાવશૂન્ય છે.
તાજેતરમાં જાસૂસી અને એકબીજાને અસ્થિર કરવાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાના સામસામા આક્ષેપોથી રવાન્ડા અને યુગાન્ડાના સંબંધોમાં ખટાશ આવી છે. યુગાન્ડાએ તેની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાના આક્ષેપ સાથે રવાન્ડાના એક નાગરિક સહિત ટેલિકોમ્યુનિકેશનના કેટલાંક ઉચ્ચ અધિકારીઓને તાજેતરમાં દેશનિકાલ કર્યા હતા.
ફોનટેપીંગના લિસ્ટમાં યુગાન્ડ્ન્સમાંથી OCCRPજે નંબરો ઓખી કાઢ્યા છે તેમાં લાંબા સમયથી સિનિયર કેબિનેટ મેમ્બર સામ કુતેસા, ભૂતપૂર્વ (ચીફ ઓફ ડિફેન્સ) ફોર્સિસ જનરલ ડેવિડ મુહુઝી, સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર જોસેફ ઓક્વેટ અને અગ્રણી વિપક્ષી નેતા ફ્રેડ ન્યાન્ઝી સ્સેન્તામુનો સમાવેશ થાય છે.