કિગલીઃ રવાન્ડામાં કથિત રીતે બળવો શરૂ થવાની અફવા ફેલાવવાના આરોપસર રવાન્ડાના સત્તાવાળાઓએ એક પત્રકાર અને વિપક્ષના સભ્યો સહિત છ લોકોની ધરપકડ કરી હોવાનું ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ જણાવ્યું હતું.
બ્યૂરોના પ્રવક્તા થીયેરી મુરાન્ગીરાએ જણાવ્યું કે તે લોકોમાં અવારનવાર સરકારની ટીકા કરતી સામગ્રી રજૂ કરતી ઓનલાઈન યુ ટ્યૂબ ચેનલ ઉમુબાવુ ટીવીના સંચાલક થીઓનેસ્ત ન્સેન્ગીમાનાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે તેમના પર જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બળવાની અફવા ફેલાવવાનો અથવા લોકોમાં અશાંતિ ઉભી કરવાનો આરોપ છે.