નાઈરોબીઃ કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની ગેરકાયદે સરકારનો વિરોધ કરવા હાકલ કરી છે. તેમણે કહ્યું છે કે ગત ઓગસ્ટમાં વિવાદી ચૂંટણીથી સરકારની કાયદેસરતા હણાઈ છે. પ્રેસિડેન્ટ રુટોની કેન્યા ક્વાન્ઝા ગઠબંધને ચૂંટણીમાં ઓડિન્ગા સામે નજીવી સરસાઈ હાંસલ કરી હતી. વિલિયમ રુટો અને રાઈલા ઓડિન્ગા ઈસ્ટ આફ્રિકાનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા દેશમાં દાયકાઓથી રાજકારણના કેન્દ્રમાં છે.
રાષ્ટ્રીય મતગણતરી કેન્દ્રમાં અરાજકતાપૂર્ણ દૃશ્યો સર્જાયા હતા અને સુપ્રીમ કોર્ટે રુટોના વિજયને માન્ય રાખ્યો હતો. હવે ઓડિન્ગાના ગઠબંધને ગત ચૂંટણીમાં ગેરરીતિના નવા પુરાવના હાથ લાગ્યા હોવાનું જણાવ્યું છે. ઓડિન્ગાએ એક રેલીમાં કહ્યું હતું કે અમે કેન્યા ક્વાન્ઝા શાસનને માન્ય ગણતા નથી અને સરકાર ગેરકાયદે છે. તેમણે સરકારના રાજીનામાની માગણી કરી હતી. તેમણે લોટ અને ઈલેક્ટ્રિસિટી જેવી પાયાની ચીજવસ્તુઓ પર લરકારે લાદેલા દંડાત્મક ટેક્સનો વિરોધ કરવા લોકોને જણાવ્યું હતું.