રબાતઃ લીબિયન પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના સભ્ય અબ્દુલ્લા અલ – લફી સાથેની બેઠક પછી મોરોક્કોના વિદેશ પ્રધાન નાસિર બૌરિતાએ જણાવ્યું હતું કે તેમનો દેશ લીબિયા સાથેના મજબૂત સંબંધો જાળવી રાખવા ઉત્સુક છે.
સયુક્ત પત્રકાર પરિષદમાં બૌરિતાએ જણાવ્યું કે લીબિયાની સુરક્ષા અને સ્થિરતા વધારવામાં મદદ માટે મોરોક્કો કોઈ પણ શરત વિના તેની પડકે ઉભું રહેશે. તેમણે ઉમેર્યું કે તેમની વચ્ચે બન્ને દેશના દ્વિપક્ષીય સંબંધ અને લોકોને જોડતા મજબૂત અને ગાઢ સંબંધ પર ચર્ચા થઈ હતી.
અબ્દુલ્લા અલ – લફીએ જણાવ્યું કે લીબિયા અને મોરોક્કોના કોન્સુલર કમિશન વચ્ચે યોજાનારી બેઠકમાં વિઝા મેળવવાની અને ફ્લાઈટ્સ ફાઈલ અંગેની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે.