કમ્પાલાઃ ગૃહમાં પાંચ વડીલ સભ્યોના પ્રતિનિધિઓના સમાવેશના બીલને સંસદે મંજૂરી આપી છે. સંસદમાં હાલ જે અન્ય સીમાંત ગ્રૂપ્સનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે તેના ભાગરૂપ આ ગ્રૂપ હશે. બંધારણની કલમ 78માં સંસદની રચનાની જોગવાઈ છે અને તે દરેક જિલ્લામાં એક મહિલા પ્રતિનિધિ સાથે મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવા સીધા ચૂંટાયેલા સભ્યોને માન્યતા આપે છે. તેમાં લશ્કર, યુવાનો, કામદારો અને દિવ્યાંગ વ્યક્તિઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
સ્પીકર રેબેકા કડાગાના અધ્યક્ષસ્થાને સંસદના પૂર્ણ સત્રમાં જસ્ટિસ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ અફેર્સ મિનિસ્ટર ઈફ્રાઈમ કામુન્ટુએ સંસદીય ચૂંટણીઓ (સુધારા) ખરડો, ૨૦૨૦ રજૂ કર્યો હતો. તેમાં સંસદમાં વડીલોના પાંચ પ્રતિનિધિઓના સમાવેશ માટેની જોગવાઈ છે. ચર્ચા બાદ ખરડાને મંજૂરી અપાઈ હતી. પાંચ પ્રતિનિધિઓમાં ચાર નોર્ધર્ન રિજન, ઈસ્ટર્ન રિજન, સેન્ટ્રલ રિજન અને વેસ્ટર્ન રિજનના એક – એક અને પાંચમા મહિલા પ્રતિનિધિ હશે.