લાગોસઃ યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અનુસાર વેસ્ટ આફ્રિકાના લાખો ભૂખ્યા લોકો સહાય વિના જીવી રહ્યા છે અને દાયકામાં સૌથી ખરાબ ભૂખમરાની કટોકટીનો સામનો કરવા એજન્સી મર્યાદિત ભંડોળ સાથે લડી રહી છે. જૂનથી ઓગસ્ટની મંદ સીઝનમાં લક્ષ્યાંકિત 11.6 મિલિયન લોકોમાંથી અડધાઅડધને કોઈ સહાય મળી રહી નથી.
એજન્સીએ ચેતવણી આપી છે કે અસ્તિત્વ જાળવવાની મજબૂરીમાં હજારો લોકો સશસ્ત્ર જૂથોમાં જોડાઈ જાય, વહેલા લગ્ન કરે અથવા ‘સર્વાઈવલ સેક્સ’માં પરોવાઈ જાય તેવું ભારે જોખમ રહ્યું છે. સપ્ટેમ્બરમાં આગામી પાક થાય ત્યાં સુધી જીવન જાળવી રાખવા લાખો પરિવારોના લોકો પાસે અનાજનો પૂરતો અનામત જથ્થો નથી. કટોકટીપૂર્ણ ભૂખમરાની સ્તિતિમાં ધકેલાઈ ન જવાય તે માટે તાત્કાલિક કાર્યવાહીની જરૂર હોવાનું WFPના વેસ્ટર્ન આફ્રિકા માટે ઈન્ટ્રિમ રીજિયોનલ ડાયરેક્ટર માર્ગોટ વાન્ડેરવેલ્ડને જણાવ્યું હતું.
ગયા વર્ષના પૂર અને યુક્રેન-રશિયાના યુદ્ધથી પહેલાં જ વેસ્ટ આફ્રિકા દસકામાં સોથી ખરાબ અન્ન નકટોકટીનો સામનો કરી રહ્યું છે. મુખ્યત્વે યુદ્ધો તેમજ વારંવારના વેસ્ટ અને સેન્ટ્રલ આફ્રિકાના દેશોના 47.2 મિલિયન લોકોને અન્ન અસલામતીની અસર છે. મહિલાઓ અને બાળકો સૌથી ખરાબ અસરગ્રસ્ત જૂથો છે. કુપોષણનો દર પણ ઊંચો છે જેમાં પાંચ વર્ષથી નીચેના 16.5 મિલિયન બાળકો ગંભીરપણે કુપોષિત હોવાનું યુએન એજન્સીએ જણાવ્યું છે.