મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં મળી આવતા હિપ્પોપોટેમસ તૃણાહારી પ્રાણીઓનો સમૂહ છે પરંતુ તાજેતરમાં જ બોત્સવાનાના જંગલોમાં હિપ્પોના એક સમૂહને મૃત હાથીની મિજબાની ઉડાવતો જોવા મળ્યો હતો. તસવીરો જોઇને તો એમ જ લાગી રહ્યું છે કે હિપ્પો હાથીનું માંસ આરોગવાનો પ્રયાસ કરી રહ્યાાં છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. હાથીના પેટમાં ૭૦ ટકા વનસ્પતિ અપાચિત હોય છે. જ્યારે કોઇ હાથીનું મોત થાય છે ત્યારે તેના પેટમાં રહેલી અપાચિત વનસ્પતિ હિપ્પો જેવા પ્રાણીઓનો ખોરાક બની જીતી હોય છે. અહીં પણ કેટલાંક હિપ્પો મૃત હાથીના પેટમાં રહેલી વનસ્પતિ ખાવા પડાપડી કરી રહ્યાા છે.