• દક્ષિણ આફ્રિકાના હેલ્થ મિનિસ્ટરને રજા પર ઉતારી દેવાયા
ભ્રષ્ટાચારના આક્ષેપને પગલે દક્ષિણ આફ્રિકાના હેલ્થ મિનિસ્ટર ઝ્વેલી મ્ખીઝેને ખાસ રજા પર ઉતારી દેવાયા હતા.આ કૌભાંડમાં તેમના માટે કામ કરતા બે લોકો સાથે સંકળાયેલી કંપનીને ૧૧ મિલિયન ડોલરનો સરકારી કરાર ગેરકાનૂની રીતે આપી દેવાયો હતો. મ્ખીઝે દક્ષિણ આફ્રિકામાં કોવિડ – ૧૯ રિસ્પોન્સના વિસ્તરણુનું કામ સંભાળી રહ્યા છે. દરમિયાન, મ્ખીઝેએ આ કરારથી પોતાને વ્યક્તિગત કોઈ લાભ ન થયો હોવાનું જણાવ્યું હતું પ્રમુખ સીરિલ રામાફોસાએ નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના ટુરિઝમ મિનિસ્ટર હાલ કાર્યકારી હેલ્થ મિનિસ્ટર તરીકે ફરજ બજાવશે.
• ખાનગી કન્સોર્શિયમ સાઉથ આફ્રિકન એરવેઝનું માલિક
સાઉથ આફ્રિકન એરવેઝ (SAA) માં હવે ખાનગી કન્સોર્શિયમની ૫૧ટકા માલિકી રહેશે તેમ પબ્લિક એન્ટરપ્રાઈઝ મનિસ્ટર પ્રવિણ ગોરધને જણાવ્યું હતું.
વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે હવે ફાઈનાન્સિયલ પાર્ટનર ૫૧ ટકા અને સરકાર ૪૯ ટકા શેરની માલિકી ધરાવશે તે બાબતે સરકાર સંમત થઈ છે. ટાકાત્સો કન્સોર્શિયમમાં પાન- આફ્રિકન ઈન્વેસ્ટર ગ્રૂપ હેરિથ ગ્લોબલ પાર્ટનર્સ અને એવિએશન ગ્રૂપ ગ્લોબલ એવિએશનનો સમાવેશ થાય છે.
• મ્પુગાની વિરોધપક્ષના નેતા તરીકે નિમણુંક
૧૧મી સંસદમાં મેથીયાસ મ્પુગાની વિરોધપક્ષના નેતા તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જ (FDC) પાર્ટીના બેટ્ટી એઓલ ઓકેનના સ્થાને આવ્યા છે. મ્પુગાની નિમણુંકની જાહેરાત નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP) ના સેક્રેટરી - જનરલ ડેવિડ લુઈસ રુબન્ગોયાએ કરી હતી.મ્પુગા ન્યેન્દો - મુકુન્ગ્વે ડિવિઝનના સાંસદ છે અને સેન્ટ્રલ રિજન માટે NUPના ડેપ્યૂટી પ્રેસિડેન્ટ છે. ૧૧મી સંસદમાં વિરોધપક્ષના નેતા નીમવાની જવાબદારી ૫૯ સાંસદ સાથે સૌથી મોટા વિરોધપક્ષ NUPની હતી.