• નાઈજીરીયાના ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિન અપાશે
નાઈજીરીયા કોરોના વાઈરસ સામે લોકોમાં વેક્સિનેશન વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોરોના વાઈરસ હેલ્થ ઓથોરિટીઝ નાના ગામોમાં વેક્સિન પહોંચાડી રહી છે. નાની કોમ્યુનિટીમાં વાઈરસના સંક્રમણને અટકાવવાના પ્રયાસમાં તાજેતરમાં હેલ્થ વર્કરોનું એક ગ્રૂપ મોડર્ના વેક્સિનના ૧૮૦ ડોઝ સાથે ગૌબે ગામે પહોંચ્યુ હતું. કુજે એરિયા કાઉન્સિલના પ્રાઈમરી હેલ્થ કેરના ડિરેક્ટર ડો. ઈમાનુએલ ઓક્પેટુએ જણાવ્યું હતું કે વેક્સિન મેળવવામાં સમાનતા હોય તે મહત્ત્વનું છે. દેશમાં પણ શહેરી કોમ્યુનિટી કરતાં ગ્રામીણ કોમ્યુનિટીને ઓછી વેક્સિન મળે છે.
• ઈજિપ્ત દર વર્ષે એક બિલિયન સાઈનોવેક વેકિસનનું ઉત્પાદન કરશે
ઈજિપ્તે દર વર્ષે ચીનની એક બિલિયન સાઈનોવેક વેક્સિનનું ઉત્પાદન કરવાનું
જણાવીને દાવો કર્યો હતો કે તે મીડલ ઈસ્ટ અને આફ્રિકાનું સૌથી મોટું વેક્સિન ઉત્પાદક બનશે. હેલ્થ મિનિસ્ટર હાલા ઝાયેદે જણાવ્યું હતું કે ચીનની ફાર્માસ્યુટિકલ કંપની સાથેની સમજૂતી હેઠળ કૈરોની ફેક્ટરી દેશની જરૂરિયાતને પહોંચી વળવા દર વર્ષે ૨૦૦ મિલિયનથી વધુ ડોઝનું ઉત્પાદન કરશે. આફ્રિકાની માગને પહોંચી વળવા બીજી ફેક્ટરી દરરોજ ૩ મિલિયન અથવા વર્ષે એક બિલિયન ડોઝનું ઉત્પાદન કરશે.
• નાઈજીરીયાના બે રાજ્યમાં કોવિડ હેલ્થ પાસ લાગૂ કરાશે
દેશમાં કોવિડ વેક્સિનેશન અભિયાનને ઝડપી બનાવવા માટે દક્ષિણ નાઈજીરીયાના બે રાજ્ય જાહેર સ્થળોએ અને સભામાં એકત્ર થવા માગતા લોકો માટે વેક્સિનેશન ફરજિયાત બનાવવા માગે છે. એડો સ્ટેટ ગવર્નર ગોડવિન ઓબાસેકીએ રહીશોને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં વેક્સિન લેવા અથવા બેંક, પ્રાઈવેટ ફંક્શન, ચર્ચ અને મસ્જિદો સહિત કેટલાંક જાહેર સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ ભોગવવા તૈયાર રહેવા તાકીદ કરી હતી. ફરી મહામારીને થતી ડામવા માટે કેટલાંક યુરોપિયન દેશોએ હેલ્થ પાસ અથલા વેક્સિન પાસપોર્ટ અમલી બનાવ્યા છે.