લંડન
સૈફ ગદ્દાફી લિબિયાના આગામી શાસક બની શકે છે.. તેઓ લિબિયાના સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના વારસ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે લિબિયાના શાસક તરીકે સ્વીકૃત ચહેરો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેમને યંગ ગ્લોબલ લીડર જાહેર કરેલા છે અને તેમણે લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતેથી ફિલોસોફીમાં પીએચડીની પદવી હાંસલ કરેલી છે. દેશમાં બળવાખોરો દ્વારા પિતાની હત્યા કરાયા બાદ સૈફ પણ બંધક તરીકે રખાયા હતા. એક દાયકા બાદ હવે સૈફ ગદ્દાફીએ જાહેરાત કરી છે કે તે આગામી પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવશે. આ માટે તેમણે ઉમેદવારી પત્ર પણ ભરી દીધાં છે. દેશમાં પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે અસહમતિના કારણે ચૂંટણીમાં વિલંબ થઇ રહ્યો છે પરંતુ સંયુક્ત રાષ્ટ્ર ચૂંટણીની નવી તારીખો માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. પ્રમુખપદની ચૂંટણીમાં ઘણા લિબિયન સૈફને પોતાનો મત આપવા તૈયાર છે.
જોકે સૈફ સામે ઘણા અવરોધો પણ રહેલાં છે. તેમની સામે માનવતા વિરોધી અપરાધો માટે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ખટલો ચાલી રહ્યો છે. જેના પગલે તેમની લાયકાત પર સવાલો ઊભા થઇ રહ્યા છ. યુદ્ધ દરમિયાન તમના નેતૃત્વમાં સુરક્ષા દળો દ્વારા કરાયલી હત્યાઓ માટ સૈફને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. 2002માં લંડન સ્થળાંતર કરી ગયેલા સૈફને લિબિયન ફોરેન ઇ–વેસ્ટમેન્ટ કંપનીના અધિકારીઓ દ્વારા તમામ સહાય પૂરી પડાઇ હતી.
લંડનમાં સૈફની જિંદગી અત્યંત લક્ઝુરિયસ છે. ઉરુગ્વેના દરિયા કિનારે આવેલા રિસોર્ટ પુન્તા ડેલ એસ્ટે ખાતે એક ઝાકઝમાળભરી પાર્ટીનું આયોજન કરાયું હતું. સાઉન્ડ સિસ્ટમ, ડીજે, ડેકોરેશન અને આતશબાજી તથા સ્વિમિંગ પુલમાં નહાતી નિર્વસ્ત્ર મોડેલો આ પાર્ટીનું મુખ્ય આકર્ષણ હતાં. આ પાર્ટીની પાછળ 34300 અમેરિકન ડોલરનો ખર્ચ કરાયો હતો.