કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકા સરકારે અલ જઝીરા દ્વારા પર્દાફાશ કરાયેલા ગોલ્ડ માફિયા સંદર્ભે તપાસ કરવાની જાહેરાત કરી છે. કરેટલીક વ્યક્તિઓ સોનાની દાણચોરી અને મની લોન્ડરિંગમાં મોટા પાયે સંડોવાયેલી હોવાનું જણાવાયું હતું જેમાં સાઉથ આફ્રિકાની ત્રણ મોટી બેન્કોના અધિકારીઓ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કરાયો હતો.
ગોલ્ડ માફિયાઓ દ્વારા ગેરકાયદે પ્રાપ્ત મોટી રકમો વિદેશ મોકલવાની પ્રવૃત્તિમાં બેન્કોના અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિત હપ્તા અપાતા હોવાનું પણ અલ જઝીરાની તપાસમાં બહાર આવ્યું હતું. અલ જઝીરા દ્વારા પર્દાફાશ કરાયેલા ગોલ્ડ માફિયાઓમાં ‘મોહમ્મદ ખાન મો ડોલર્સ’, ઝિમ્બાબ્વેના મિલિયોનેર સિમોન રુડલેન્ડ, ઝિમ્બાબ્વેના ઉચ્ચ રાજકીય નેતાઓ, બ્રિટિશ નાગરિકતા ધરાવતા મિલિયોનેર કમલેશ પટ્ટણી સહિતનો નામોલ્લેખ કરાયો હતો.