જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ જુમા સાથે નજીકના સંક્ળાયેલા ભારતીય ઉદ્યોગપતિ પરિવારની બે કરોડ ડોલરના મૂલ્યની મિલકતોને જપ્ત કરવાનો હુકમ ૨૯મી મેના રોજ હાઇકોર્ટે રદ કર્યો હતો અને કહ્યું હતું કે મિલકતો જપ્ત કરવાના પુરતા કારણો નથી. ૧.૯૮ કરોડ ડોલરની મિલકતો ગુપ્તા પરિવાર અને તેમના સાથીઓની છે અને તે મિલકતો સરકારના પૈસા લૂટી ખરીદવામાં આવી હોવાનો આરોપ હતો. એપ્રિલમાં શરૂ કરેલી મની લોન્ડરિંગની અને મલ્ટી ડોલર ફ્રોડની તપાસ પછી આ પગલું લેવામાં આવ્યું હતું.
એસ્ટીના ડેરી ફાર્મ કૌભાંડને લગતા કેસમાં એસેટ્સ ફોરફિચર યુનિટને હંગામી સ્ટે મળ્યોહતો. બ્લુફોન્ટેનની હાઇકોર્ટના જજ ફિલપ જેકબે ચુકાદો આપતાં કહ્યું હતું કે ડેરી ફાર્મ કેસમાં જેમના નામ આવ્યા હતા તેમને સજા થશે એવું માનવાનું કોઈ જ કારણ નથી અને એટલા માટે તેમની મિલકતો સીઝ કરવાનું કોઈ જ કારણ નથી. ‘કેસમાં જેના નામ હતા અને જેમને આ ઓર્ડરની અસર થવાની હતી તેઓ ઓર્ડરને ઉલટાવવા કોર્ટમાં આવ્યા હતા એમ તેમણે કહ્યું હતું.
સંપૂર્ણ કક્ષાની વધુ ચગાવેલી આ તપાસ ઓગસ્ટમાં વધુ ઉગ્ર બની હોત, પરંતુ નાયબ ચીફ જસ્ટિસ રેમન્ડ ઝોન્ડોએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેમને આ કેસને પૂરું કરવામાં આશરે બે વર્ષનો સમય લાગશે. વિવાદસ્પદ ગુપ્તા પરિવાર સાઉથ આફ્રિકામાં કોમ્પ્યુટિંગ, ખાણ, ઉડ્ડયન, ઊર્જા, ટેકનોલોજી અને માધ્યમો સહિત અનેક વેપાર ધરાવે છે. અતુલ, રાજેશ અને અજય આમના ત્રણ ભાઈઓ ૧૯૯૩માં રંગભેદ સરકારની વિદાય પછી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તેઓ પૂર્વ પ્રમુખ જેકબ જુમાના મિત્રો હોવાનું મનાય છે. જુમાની પુત્રી, પુત્ર અને પત્નીઓ પૈકીની એક ગુપ્તા પરિવારના ઉદ્યોગગૃહમાં કામ કરતી હતી.