જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામફોસાએ મે મહિનામાં પસાર કરાયેલા નેશનલ હેલ્થ ઈન્સ્યુરન્સ (NHI) બિલના અમલમાં આગળ વધવા જાહેરાત કરી છે. આ બિલ સામે તેમના આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પક્ષ અને બહારના પક્ષોમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.
સરકારે મે મહિનાની ચૂંટણીમાં સંસદીય બહુમતી ગુમાવી તે પહેલા જ રામફોસાએ આ બિલ પર હસ્તાક્ષર કરી લીધા હતા. NHI દેશની દ્વિસ્તરીય સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર લાવી તમામ માટે યુનિવર્સલ હેલ્થકેર કવરેજ આપવા માગે છે. આના પરિણામે, હાલ 16 ટકાથી ઓછા સાઉથ આફ્રિકન્સ ઉપયોગ કરહે છે તે ખાનગી હેલ્થકેર ઈન્સ્યુરન્સની ભૂમિકા ઘટી જશે. બીજી તરફ, ભ્રષ્ટાચારની વ્યાપકતા સાથે સાઉથ આફ્રિકામાં પાયારૂપ સેવાઓ માટે ભંડોળ મળતું નથી ત્યારે NHI માટે ભંડોળનો પ્રશ્ન ઉઠાવી તેનો વિરોધ કરાઈ રહ્યો છે. આરોગ્ય સંબંધિત કાયદાઓમાં NHIને સુસંગત ફેરફારો તબક્કાવાર કરવામાં આવનાર છે.