સુદાનમાં વિશ્વનો સૌથી ભીષણ દુકાળ

Tuesday 03rd September 2024 14:45 EDT
 
 

પોર્ટ સુદાનઃ યુએન દ્વારા ગત 20 વર્ષમાં ત્રીજી વખત સુદાનમાં સંપૂર્ણ દુકાળ જાહેર કરાયો છે જેમાં લાખો લોકોના મોતની આશંકા છે. સુદાનમાં અલ-ફાશેર શહેરની બહાર ઝમઝમ નામે શરણાર્થી છાવણી સંદર્ભે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ દુકાળનું એક કારણ એપ્રિલ 2023થી શરૂ થયેલો આંતરવિગ્રહ પણ છે જેમાં, 150,000 લોકો માર્યા ગયા છે તેમજ 245 ટાઉન્સ અથવા ગામો બાળી મૂકાયા છે. અંદાજે 8 મિલિયન વિસ્થાપિત લોકો ઝમઝમ જેવી છાવણીઓમાં રહે છે.

મેડિસીન્સ સાન્સ ફ્રન્ટિઅર્સ ચેરિટીના અંદાજ અનુસાર યુદ્ધગ્રસ્ત સુદાનમાં એપ્રિલ મહિનાથી આ છાવણીમાં ભૂખ અથવા રોગથી દર બે કલાકે એક બાળકનું મોત થાય છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બનતી રહી છે. ઝમઝમ જેવી સંખ્યાબંધ છાવણીની આવી હાલત છે. ડચ થીન્ક-ટેન્ક ક્લિન્ગએન્ડેલ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ સુદાનમાં આ વર્ષના અંત સુધીમાં 2 મિલિયનથી વધુ લોકો ભૂખ અને સંબંધિત રોગોથી મોતને શરણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter