ડકરઃ કોવિડ – ૧૯ની ઘાતક ત્રીજી લહેરમાં સેનેગલ સપડાયું છે. પાટનગર ડકરમાં સ્મશાનગૃહોમાં દફનવિધિમાં ખૂબ વધારો નોંધાયો છે ડકરના સૌથી મોટા સ્મશાન યોફમાં સામાન્ય કરતાં ત્રણ ગણી વધુ દફનવિધિ થઈ રહી છે. ખ્રિસ્તીઓના સેન્ટ – લઝારે સીમેટરીમાં એક અઠવાડિયામાં છથી સાત દફનવિધિ થતી હતી તેટલી એક જ દિવસમાં થાય છે.
સેનેગલ વાઈરસના ડેલ્ટા વેરિઅન્ટને લીધે કોવિડ – ૧૯ની ત્રીજી લહેરનો ભોગ બન્યું છે. ૧૬ મિલિયન લોકોની વસતિના સેનેગલમાં મહામારી શરૂ થઈ ત્યારથી કોવિડ – ૧૯ સંક્રમણના ૫૯,૦૦૦ તેસ નોંધાયા હતા. ૧,૩૦૦થી વધુ લોકોનું મૃત્યુ થયું હતું. પરંતુ, સત્તાવાર કેસોમાં ઝડપી વધારો થયો છે. ગયા મહિનાના અંત સુધીમાં દરરોજના થોડાં ડઝનથી વધીને દૈનિક મહત્તમ ૧,૭૦૦ કેસ થયાં હતા. સત્તાવાળાઓએ દૈનિક ૬૦૦ અને ૭૫૦ વચ્ચે કેસ નોંધ્યા હતા.
સીમેટરીના મેનેજર હબીબ સગ્નાએ જણાવ્યું તે કોવિડ – ૧૯ની પહેલી લહેરની અહીં કોઈ અસર જ ન હતી. બીજી લહેરમાં થોડી દફનક્રિયા થતી હતી. પરંતુ, ત્રીજી લહેરમાં તો સંખ્યા ખૂબ વધી છે.
ફાન હોસ્પિટલના ઈમરજન્સી રૂમના ૩૦ વર્ષીય ડોક્ટર બેબેકર ડિયોપે જણાવ્યું કે પરિસ્થિતિ ખૂબ આઘાતજનક છે.