જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ડ્રગ રેગ્યુલેટરે વેક્સિનની સલામતી અંગે વ્યક્ત કરેલી ચિંતાઓ અને ઉત્પાદક દ્વારા તેનો કોઈ જવાબ ન મળવાથી રશિયન બનાવટની સ્પુતનિક V વેક્સિનને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. સાઉથ આફ્રિકન હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી SAHPRAએ જણાવ્યું હતું કે આ વેક્સિનમાં અગાઉ નિષ્ફળ ગયેલી HIV વેક્સિનની ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. જોકે, હજુ સમીક્ષા પ્રક્રિયા ચાલી રહી છે અને ઉત્પાદક સલામતી અંગે વધુ માહિતી આપશે તો તે લેવાશે.
સ્પુતનિક Vના ઉત્પાદક ગામાલેયા સેન્ટરે વેકિસનના વેક્ટર અંગેની ચિંતાને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે ચીનમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ચીનની કેનસાયનો વેક્સિનમાં પણ તે જ વેક્ટરનો ઉપયોગ કરાયો છે.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ લેસ્ટરના વાઈરોલોજિસ્ટ ડો. જુલિયાન ટેંગ સ્પુતનિક Vના દક્ષિણ આફ્રિકાએ કરેલા ઈન્કારથી પરેશાન થયા હતા.