ભારત નવી યાત્રાએ નીકળ્યું છે અને અમારું લક્ષ્ય છે વિકસિત ભારતઃ વડાપ્રઘાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરિયા પ્રવાસ વેળાં અહીં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધતા છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ધરખમ પરિવર્તનો તેમજ દેશની વિકસિત ભારત તરફની યાત્રાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું...

‘ઓર્ડર ઓફ ધ નાઇજર’થી વડાપ્રધાન મોદીનું સન્માન

આફ્રિકી દેશ નાઇજીરિયાના પાટનગર અબુજામાં રવિવારે યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ બોલા અહમદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રેટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’થી નવાજ્યા હતા.

દક્ષિણ સોમાલિયાની એક લોકપ્રિય હોટલ મેદિનામાં અલ શબાબમાં આતંકીઓએ ૧૩મીએ કરેલા આત્મઘાતી હુમલા અને ગોળીબારમાં વિદેશીઓ સહિત ૨૬ લોકોનાં મોત થયા છે. સત્તાએ જણાવ્યા...

સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં સાતમીએ ૨૪ કલાકમાં આઠ લોકોની ગોળી મારીને હત્યા કરાઈ હતી. મરનારમાં ૧૮થી ૨૬ વર્ષની સાત મહિલાઓ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બે જૂથ વચ્ચેનું ગેંગવોર હતું. 

ખેડા જિલ્લાના અને અમદાવાદના જમાલપુરમાં રહેતા પરિવારના યુનુસભાઈ સિકંદરભાઈ વ્હોરા (ઉ. ૫૧) ૯ વર્ષ પહેલાં વ્યવસાય માટે દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાને ગામમાં સ્થાયી થયા હતા. મકોપાનેમાં યુનુસભાઈએ પાર્ટનરશિપમાં શોપ શરૂ કરી હતી. યુનુસભાઈએ જેમની...

પ. આફ્રિકાના દેશ બુર્કીના ફાસોના ડાબલો શહેરના કેથોલિક ચર્ચની રવિવારની પ્રાર્થનામાં ૧૨મીએ ગોળીબાર થયો હતો. આ હુમલામાં એક પાદરી અને પાંચ પ્રાર્થનાર્થીઓના મોત થયા હતા. સવારે આશરે નવ વાગ્યે ચર્ચમાં ઘૂસી આવેલા હુમલાખોરોને જોઈ લોકોએ ભાગદોડ કરી હતી...

ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં સરકાર સમર્થક દળોએ બોકોહરામના આતંકીઓ સામે લડીને તાજેતરમાં અંદાજે ૯૦૦ બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. યુએન દ્વારા જારી એક નિવેદનમાં આ જણાવ્યું છે. ૧૦૬ બાળકીઓ સહિત ૮૯૪ બાળકોને સરકાર સમર્થિત સિવિલિયન જોઇન્ટ ટાસ્ક...

આફ્રિકા ખંડના મધ્ય-પૂર્વ છેડે આવેલા દેશ ગેબોનમાં ૪૦ ભારતીય કામદારો ફસાઈ ગયા હોવાનો અહેવાલ રાષ્ટ્રસંઘના માનવાધિકાર કમિશને તાજેતરમાં આપ્યો હતો. થોડા દિવસ પહેલાં યુએન હ્યુમન રાઈટ કમિશન (યુએનએચઆર) દ્વારા આ અંગે ભારત સરકારને જાણ કરાઈ હતી. સાથે ગેબોન...

વિશ્વમાં સૌપ્રથમ આફ્રિકાના દેશ મલાવીમાં મેલેરિયાની રસી લોન્ચ થઈ છે. દર વર્ષે દુનિયામાં ૪.૩૫ લાખ લોકો મેલેરિયાથી મરે છે. આ માટે છેલ્લાં ૩૦ વર્ષથી રસી વિકસાવવાના...

આફ્રિકન દેશ બુર્કિના ફાસોના સિલગડજી શહેરના ચર્ચમાં ૨૯મી એપ્રિલે ફાયરિંગમાં પાદરી સહિત ૬ લોકોનાં મોત થયાં છે. બે લોકો ગુમ છે. માર્યા ગયેલા લોકોમાં પાદરીના બે પુત્ર પણ છે. પોલીસ મુજબ આ આતંકી હુમલો છે. સાત હુમલાખોર અલગ અલગ બાઇકથી ચર્ચમાં ઘૂસ્યા...

દક્ષિણ આફ્રિકાના યુગાન્ડા દેશમાં કચ્છીઓએ ઘણો વિકાસ કર્યો છે. તાજેતરમાં યુગાન્ડાના પાટનગર કંપાલામાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ નૂતન મંદિરમાં પાયાવિધિ સાથે...

સૌરાષ્ટ્રના હળવદના માથક ગામમાં જન્મેલા અને વર્ષોથી કેન્યામાં સ્થાયી થયેલા નરેન્દ્ર રાવલની કેન્યાની પ્રતિષ્ઠિત એગર્ટન યુનિર્વિસટીના વાઈસ ચાન્સલેર તરીકે...



to the free, weekly Gujarat Samachar email newsletter