પોરબંદરના દરિયામાંથી રૂ. 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અરબી સમુદ્રમાંથી 3500 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલ 8 ઈરાનીઓને સુરક્ષા એજન્સીઓએ રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. એનસીબી, ગુજરાત એટીએસ અને નૌકાદળ દ્વારા ભારતીય જળસીમા નજીકથી સંયુક્ત...

ગોંડલ અક્ષર મંદિરમાં મહંત સ્વામીની નિશ્રામાં દીપાવલી મહોત્સવ

વિક્રમ સંવત 2080ની વિદાય વેળાએ અક્ષર મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવાળી મહોત્સવની ધામધૂમથી ઊજવણી કરાઇ હતી. દિવાળીના પર્વને અનુરૂપ મંદિર પરિસરને શણગારાયું હતું. પ્રાતઃ કાળે સાત વાગ્યે સંગીતજ્ઞ સંતો દ્વારા ભક્તિ-સંગીત સાથે...

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

ઇંડિયન એરફોર્સના પ્રથમ મહિલા તેજસ ફાઇટર પાઇલટ મોહના સિંહનું નલિયામાં પોસ્ટિંગ

તેજતર્રાર સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતનાં હવાઇ સીમાડાનું રક્ષણ કરતી ઇંડિયન એરફોર્સની તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનાર દેશનાં પ્રથમ મહિલા પાઇલટ બન્યાં છે. તેઓ જૂન 2016માં ભારતીય વાયુસેનામાં કમિશન કરાયેલી પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટમાંના...

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

વડતાલ મંદિરે મહા અન્નકૂટઃ 5100 વાનગી-51 હજાર કિલો

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં નવા વર્ષ નિમિત્તે 51 હજાર કિલોની 5100થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

બીલીમોરાના હેમંતભાઇને અશ્વેતે મુક્કો મારતા મૃત્યુ

બીલીમોરા નગરના વતની અને અમેરિકાના ઓક્લાહોમામાં સ્થાયી થયેલા હેમંતભાઈ શાંતિલાલ મિસ્ત્રીનું ગયા શનિવારે તેમની મોટેલની બહાર એક અશ્વેત અમેરિકન દ્વારા કરાયેલા હુમલામાં મોત નિપજ્યું છે.

પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગે વિદ્યાર્થીનો જીવ લીધોઃ 15 સામે ગુનો નોંધાયો

પાટણ નગરની ધારપુર મેડિકલ કોલેજમાં શનિવારે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવકનું કહેવાતા રેગિંગથી મોત નીપજતાં ભારે હોબાળો મચી ગયો છે. પોલીસે આ ઘટના અંગે 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે.

સુનીતા વિલિયમ્સના આરોગ્ય પર ખતરોઃ હાડકા - સ્નાયુઓ નબળાં પડવાનું જોખમ

અંતરિક્ષમાં ફસાયેલાં ભારતીય મૂળનાં અમેરિકન સુનીતા વિલિયમ્સના અંતરિક્ષમાં રહેવાની અવિધ સતત વધતી જઈ રહી છે. હાલ તેમના પરત આવવાનો સમય ફેબ્રુઆરી 2025 નક્કી થયો છે. સુનીતાના પતિ માઈકલે પત્ની અંતરિક્ષમાં ફસાઈ હોવાને લઈને કહ્યું કે, અંતરિક્ષ સુનીતાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter