ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા રવિવાર તા. ૬ સપ્ટેમ્બરના રોજ ૩૮મી રાસ ગરબા હરિફાઇનું શાનદાર આયોજન લેસ્ટર ખાતે કરાયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન, શ્રેષ્ઠ રાસ અને શ્રેષ્ઠ ગરબા માટે જુનિયર અને સિનીયર ગૃપને ઇનામો એનાયત કરાયા હતા.
જુનિયર ગૃપમાં રાસમાં શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન માટે પ્રથમ ઇનામ શ્રી દમણીયા માછી મહાજનને અને દ્વિતીય ઇનામ એબી પ્રાયમરી શાળાને મળ્યું હતું. જ્યારે ગરબામાં શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન માટે પ્રથમ ઇનામ એબી પ્રાયમરી શાળાને અને બીજુ ઇનામ શુભ પગલા ગૃપને મળ્યું હતું.
જુનિયર ગૃપમાં અોવરઅોલ શ્રેષ્ઠ ગરબા માટે પ્રથમ ઇનામ એબી પ્રાયમરી શાળાને અને બીજુ ઇનામ મહેર કોમ્યુનિટી એસોસિએશનને મળ્યું હતું. જ્યારે રાસ માટે પ્રથમ ઇનામ શ્રી દમણીયા માછી મહાજનને અને બીજુ ઇનામ એબી પ્રાયમરી શાળાને મળ્યું હતું.
સીનીયર ક્ષેત્રે ગરબામાં શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન માટે પ્રથમ ઇનામ શ્રી દમણીયા માછી મહાજનને અને બીજુ ઇનામ સખી મિલન ગૃપને મળ્યું હતું. જ્યારે રાસમાં શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન માટે પ્રથમ ઇનામ મહેર કોમ્યુનિટી એસોસિએશનને અને બીજુ ઇનામ સખી મિલન ગૃપને મળ્યું હતું.
સીનીયર ક્ષેત્રે અોવરઅોલ શ્રેષ્ઠ ગરબા માટે પ્રથમ ઇનામ શ્રી દમણીયા માછી મહાજનને, બીજુ ઇનામ સખી મિલન ગૃપને અને ત્રીજુ ઇનામ શ્રી સનાતન કોમ્યુનિટી સેન્ટરને મળ્યું હતું. જ્યારે અોવરઅોલ શ્રેષ્ઠ રાસ માટે પ્રથમ ઇનામ મહેર કોમ્યુનિટી એસોસિએશનને, બીજુ ઇનામ સખી મિલન ગૃપને અને તૃતીય ઇનામ શ્રી ક્રિષ્ણ મંદિરને મળ્યું હતું.