100 કરોડ ડોલરનું કોર્પોરેટ ફ્રોડઃ ગુજરાતી સહિત બે ભારતીય દોષિત

Saturday 22nd April 2023 04:35 EDT
 
 

ન્યુયોર્ક: શિકાગો સ્થિત સ્ટાર્ટ અપના બે ભારતવંશી અધિકારીઓને અમેરિકામાં એક ફેડરલ જ્યુટીએ એક બિલિયન અમેરિકન ડોલરની કોર્પોરેટ ફ્રોડ સ્કીમ ચલાવવા માટે દોષિત ઠેરવ્યા છે. આ સ્કીમના માધ્યમથી કંપનીના ગ્રાહકો, લેણદારો અને રોકાણકારોને નિશાન બનાવ્યા હતાં.
10 અઠવાડિયાની ટ્રાયલ પછી જ્યુરીએ 11 એપ્રિલે હેલ્થ ટેકનોલોજી કંપની આઉટકમ હેલ્થના સહ સ્થાપક અને પૂર્વ સીઇઓ રિશી શાહને 22માંથી 19 કેસોમાં, સહસ્થાપક અને પૂર્વ અધ્યક્ષ શ્રદ્ધા અગ્રવાલને 17માંથી 15 કેસોમાં તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર બ્રેર્ડ પર્ડીને 15માંથી 13 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
37 વર્ષીય શાહને મેઇલ ફ્રોડના પાંચ કેસો, વાયર ફ્રોડના 10 કેસો, બેંક ફ્રોડના બે કેસો અને મની લોન્ડરિંગના બે કેસોમાં દોષિત ઠેરવાયો છે.
37 વર્ષીય અગ્રવાલને મેઇલ ફ્રોડના પાંચ કેસો, વાયર ફ્રોડના આઠ કેસો અને બેંક ફ્રોડના બે કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 33 વર્ષીય પર્ડીને મેઇલ ફ્રોડના પાંચ કેસ, બેંક ફ્રોડના બે કેસ, નાણાકીય સંસ્થા સમક્ષ ખોટું નિવેદન આપવાના એક કેસમાં દોષિત ઠેરવાયો છે.
બેંક ફ્રોડ માટે આરોપીઓને મહત્તમ 30 વર્ષ અને વાયર ફ્રોડ તથા મેઇલ ફ્રોડ માટે 20 વર્ષની જેલની સજા થઇ શકે છે. મની લોન્ડરિંગના પ્રત્યેક કેસમાં શાહને મહત્તમ દસ વર્ષની સજા થઇ શકે છે.
ન્યાય વિભાગે જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ અમેરિકામાં ડોક્ટરોની ઓફિસોમાં ટેલિવિઝન સ્ક્રીન અને ટેબલેટ ઇન્સ્ટોલ કર્યા હતાં અને ત્યારબાદ આ ઉપકરણો પર જાહેરાતની જગ્યા ગ્રાહકોની વેચી દીધી હતી જેમાં મોટા ભાગે ફાર્મા કંપનીઓ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter