પાલનપુરઃ વડગામ તાલુકાના ભલગામના સિપાઈ પરિવારના ૩૫થી વધુ સભ્યો મહોલ્લાના પિકઅપ વાહનમાં દાંતા તાલુકાના અંતરશા પીરની દરગાહે દર્શન કરીને અંબાજી ગયા હતા. અંબાજીથી પરત ફરતાં અચાનક ડાલાની બ્રેક ફેલ થતાં ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગમાવતાં ડાલું ત્રિશુળિયા ઘાટમાં પટકાઈ ગયું હતું. આ ઘટનામાં એક જ પરિવારનાં નવ લોકોનાં મૃત્યુ થવા પામ્યા હતા.