ગાંધીનગર: ભારત સરકારમાં ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પ્રથમ નોરતે ૧૭મી ઓક્ટોબરે વતન માણસામાં પોતાના મહોલ્લામાં નીકળતી માંડવીનાં દર્શન કર્યાં હતાં. કોરોનાના કપરા કાળ વચ્ચે માઈભક્તો નિયમો જાળવીને સાદાઈથી, ગરબે રમ્યા વગર નવરાત્રી ઊજવી રહ્યા છે. ગૃહ પ્રધાન અમિત સાહે પણ પરિવાર સાથે માણસામાં શ્રી બહુચર માતાજીની માંડવીની પૂજા, આરતી કર્યાં હતાં. છેલ્લા કેટલાય વર્ષથી અમિત શાહ પરિવાર સાથે પહેલા નોરતે માંડવીના દર્શન કરતા આવ્યા છે. આ વર્ષે પણ તેમણે આ પરંપરા જાળવી છે. કોવિડ-૧૦ને કારણે બદલાયેલી પરિસ્થિતિમાં સાત મહિને પોતાના ઘરે આવેલા અમિત શાહ ખાસ નવરાત્રીમાં માતાજીના દર્શન માટે જ આવ્યા હતા. તેમના અત્યાર સુધીના રોકાણ દરમિયાન તેમણે કોઈ રાજકીય મુલાકાત યોજી નથી. તેમના આગામી કાર્યક્રમ સંદર્ભે સત્તાવાર રીતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નહોતો.