જ્યોર્જિયાઃ અમેરિકાની જ્યોર્જિયા સ્ટેટની એટલાન્ટા સિટીમાં આવેલ જ્યોર્જિયા ગ્રિનિટ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શૈલી ભટ્ટ અને તેના મિત્રો દ્વારા બનાવવામાં આવેલા ટ્રાવેલ મેગેઝિનને ‘એ’ ગ્રેડ પ્રાપ્ત થયો છે.
શૈલી ભટ્ટે જણાવ્યું હતું કે, વિવિધ દેશોમાંથી આવેલા અને અલગ સંસ્કૃતિ ધરાવતા ૫ લોકોને કોલેજ દ્વારા એક ગ્રૂપમાં રાખવામાં આવ્યા હતા. મારા ગ્રૂપમાં આફ્રિકા, ચાઇના અને વિયેતનામના મારા સહિત ૫ વિદ્યાર્થીઓ હતા. જેમાં મેં ગુજરાતના વડોદરાના ગરબાની માહિતી આપી હતી. મેગેઝિનના ફ્રન્ટ પેજ પર ગરબાના ફોટાને સ્થાન મળ્યું હતું.
ગરબાના લાઈવ ફોટો અને રસપ્રદ માહિતીના કારણે મેગેઝિન પ્રોજેકટમાં અમારા ગ્રૂપને ‘એ’ ગ્રેડ મળ્યો હતો. સવાર સુધી ચાલતા શેરી કે પોળના ગરબાથી અમેરિકનો આશ્ચર્યમાં મુકાતા હોવાનું શૈલી ભટ્ટ જણાવે છે.