સુરતઃ ગુજરાત એટીએસએ સુરતમાંથી આઇએસના બે આતંકીઓને ૨૫મી ઓક્ટોબર ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા સ્ટીમ્બરવાલા મહંમદ કાસીમ અને ઉબેદ એહમદ મિર્ઝા ગુજરાતમાં લોનવુલ્ફ એટેક કરીને આંતક મચવીને ઉબેદ જમૈકા ભાગી જવાનો હતો. કાસીમ થોડા સમય પહેલા અમદાવાદમાં ખાડિયામાં રેકી કરી ગયો અને તે મૂળ વડોદરાનો વતની છે અને સુરતમાં સ્થાયી થયો હોવાનું બહાર આવ્યું છે.
એટીએસએ બાતમી આધારે સુરતમાં પોલીસ ગેટ પાછળ ખ્વાજાદાના દરગાહ પાસે બડેખા ચકલામાં રહેતા સ્ટીમ્બરવાલા મહંમદ કાસીમ ઉર્ફે અબુ હામઝા અલ મોહાજીર અને ઉબેદ અહેમદ મિર્ઝા ઉર્ફે ઉબેદ મિર્ઝાને હાથીપુરા મહોલ્લા નંબર-૧ સૈયદપુરા-૮માંથી ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, કાસીમ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો. તેણે તાજેતરમાં નોકરી છોડી દીધી હતી અને ગુજરાતમાં આતંક પછી કાસીમ જમૈકા ભાગી જવાનો હતો. જયારે ઉબેદ વકીલ હતો. જમૈકાના અબદુલ્લા અલફૈઝલા માર્ગદર્શન હેઠળ જેહાદમાં જોડાયા હતા અને આઇએસ માટે કામ કરતા હતા. ૨૦૧૪માં એક સોશિયલ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં આઇએસને સપોર્ટ કરતા હતા. ૨૦૦૮ના સિરિયલ બ્લાસ્ટમાં વોન્ટેડ હતા.
અબદુલ્લા આતંકી પ્રવૃત્તિ કરતાં પકડાઇ જતાં યુ.કેમાંથી જમૈકા પરત કર્યો હતો. અબ્દુલે કાસીમને કહ્યું હતું કે તું કંઇક કામ કરીને બતાવ બાદમાં તને જમૈકા બોલાવાશે. જેને લઇને કાસીમ થોડા સમય અગાઉ અમદાવાદ ખાડિયામાં રેકી કરવા આવ્યો હતો ઉપરાંત અબદુલ્લાએ કાસીમને વીડિયો બતાવ્યા હતા. એ પછી ગુજરાતમાં યહૂદીઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવા ઉશ્કેર્યા હોવાનું એટીએસના ડીવાય એસપી કે. કે. પટેલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાસીમનું કમ્પ્યુટર બાનમાં છે. ઉપરાંત કેસમાં વળાંક આવ્યો છે કે ચેન્નઈનો ઝુબીન સ્મલિંગનો માલ કસ્ટમ ઓફિસમાંથી પોતે ક્લિયર કરાવી દેવાની બાંહેધરી લેતો હોઈ મુંબઈના કસ્ટમ્સ ઓફિસમાંથી એકાદ જણનું બ્રેઈનવોશ કર્યાનું પોલીસ
માને છે.