કેન્યાઃ ગુજરાતના હળવદના નરેન્દ્ર રાવલ નૈરોબી ગયા ત્યારે સ્વામીનારાયણ મંદિરમાં પૂજારી તરીકે મહિને ૪૦૦ શિલિંગ (કેનેડાનું ચલણ)ના પગારથી નોકરી સ્વીકારી. ત્રણ વર્ષ બાદ લગ્ન થયા અને તેમણે નૈરોબીના એક હાર્ડવેર સ્ટોરમાં નોકરી સ્વીકારી. દરમિયાન તેમની મુલાકાત સ્ટીલ બિઝનેસમેન ડાહ્યાભાઇ પટેલ સાથે થઇ. તેમણે નરેન્દ્રભાઇને એક હાર્ડવેરની દુકાન ખોલી આપી. ૧૯૯૨માં ૭૦ હજાર ડોલરની લોન મળતા એક નાનકડી સ્ટીલ કંપની શરૂ કરી. બાદમાં નૈરોબીના રિવર ટાઉનમાં પણ કંપની ખોલી. હાલમાં તે ૪ સ્ટીલ પ્લાન્ટ અને બે સિમેન્ટ કું.ઓના માલિક છે. વર્ષે તેઓનું ૪૫ હજાર કરોડનું ટર્ન ઓવર છે. હવે તેમની કંપની એવિએશન, પેકેજિંગ અને રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે. રાવલની કંપનીઓથી આફ્રિકાના ૪ હજારથી વધુ લોકોને રોજગારી મળે છે.