અમદાવાદઃ આફ્રિકન દેશોમાંથી દર્દીઓ સારવાર માટે દર મહિને અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં આવે છે. આ દર્દીઓને સુવિધા મળી રહે તે માટે ઇથોપિયન એરલાઇન્સે દિલ્હી અને મુંબઈ માટે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જ્યારે સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ માટે પણ નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરાશે. આફ્રિકન દેશોમાંથી દર મહિને ૫૦ હજારથી વધુ દર્દીઓ સારવાર માટે અમદાવાદ સહિત ભારતમાં આવે છે.