ગાંધીનગરઃ ગુજરાત પાસે દેશનું સૌથી મોટું અને મજબૂત ગેસ સપ્લાય નેટવર્ક છે અને હવે દેશમાં સર્વ પ્રથમ આયાતી સીએનસી માટે ટર્મિનલ પણ ગુજરાતના દરિયાકાંઠે આકાર પામશે. તેમ ગુજરાત સરકારે સોમવારે જાહેર કર્યું હતું. વાઈબ્રન્ટ સમિટ- ૨૦૧૯ સંદર્ભે સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડના સીઈઓ મુકેશ કુમારે ભરૂચ સ્થિત પેટ્રોનેટ એલએનજી લિમિટેડ તેની ત્રીજી જેટીનું બાંધકામ કરશે તેમજ હેન્ડલિંગ કેપેસિટીનું વિસ્તરણ કરશે તેમ જણાવ્યું હતું. આગામી સમિટમાં લંડન બેઝડ ફોરસાઈટ ગ્રુપે દેશમાં સર્વ પ્રથમ આયાતી સીએનજી ગેસ ટર્મિનલ માટે ગુજરાત ઉપર પસંદગી ઉતાર્યાનું જણાવ્યું હતું.