માણસાઃ જુલાઈ મહિનામાં અમેરિકાના વોશિંગ્ટન ખાતે દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધાનું ઈન્ટરનેશનલ કક્ષાએ આયોજન કરાયું છે. આ ટીમનું પ્રતિનિધિત્વ ચરાડાનો દિવ્યાંગ હિતેશકુમાર રમણભાઈ ચૌધરી કરશે. હિતેશ ચૌધરીની ભારતની ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ હોવાથી ચરાડા ગામનું નામ સમગ્ર દેશ જ નહીં સમગ્ર વિશ્વમાં ગુંજશે તેથી હિતેશ રમણભાઈ ચૌધરીનો ચરાડા ગામે ભવ્ય સ્વાગત સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં આમંત્રિતો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધામાં ગામના અન્ય એક રમતવીર ચૌધરી હર્ષદકુમાર સુરેશભાઈની પણ ખેલાડી તરીકે પસંદગી થઈ છે. હર્ષદ ભારતની ટીમ વતી થાઈલેન્ડ રમવા જવાનો છે.