ભિલોડાઃ છઠ્ઠી ફેબ્રુઆરીએ ભિલોડાના મલેકપુર ગામમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા બીએસએફના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી નામનો આ જવાન કાશ્મીરના શ્રીનગરની બીએસએફ ટુકડીમાં ફરજ બજાવતો હતો. ૬ઠ્ઠી તારીખે બીએસએફના જવાન અને તેના બે મિત્રો પર અંગત અદાવતમાં ગામના જ ૯ જણાએ કુહાડી, લોખંડની પાઇપ અને લાકડીઓથી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં આર્મી જવાનને માથે ગંભીર ઇજાઓ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
દસમી ફેબ્રુઆરીએ સવારે બીએસએફની જવાનનું મોત નીપજ્યું છે. ત્યારે હાલ જવાનના મૃતદેહને તેના વતને ખસેડવામાં આવ્યો છે.