પાટણ: જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની હાઇસ્કૂલમાં દસમીએ બપોરના સમયે ચાલુ શાળાએ એકાએક આકાશમાંથી માછલીઓનો વરસાદ થવા લાગ્યો હતો. થોડા સમયમાં આકાશમાંથી શાળાના મેદાનમાં ૪૦થી વધુ માછલીઓ પડતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ગ્રામજનો અચંબામાં મુકાયા હતા. દેશ-વિદેશમાં દરિયાઈ વિસ્તારોમાં કેટલીય વાર માછલીઓનો વરસાદ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા કરે છે, પરંતુ આસપાસ પાણી પણ નથી તેવી આ શાળાની છત પર ટપ ટપ અવાજ આવતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બહાર શાળાના મેદાનમાં દોડી ગયા હતા. મેદાનમાં ૪૦થી ૫૦ જેટલી માછલીઓ તડપતી હતી. માછલીઓને પાણી રેડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યો હતો. તમામ માછલીઓ મોતને ભેટી હતી.
શિક્ષકોએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે વૈજ્ઞાનિક કારણથી આવું શક્ય બન્યું હશે. હોવાનું શિક્ષકોએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.
વૌવા ગામના સરપંચ નોધાભાઈ આહીરે કહ્યું કે, શાળામાં ક્યાંય અન્ય પાણી પણ ભરેલું નથી તેમ છતાં ધાબા અને જમીન પર માછલીઓ પડી હતી. અમે જિંદગીમાં પહેલીવાર આવું જોયું છે.