અંબાજી અકસ્માતના ૮ કલાક પહેલાંનો ડ્રાઇવરનો સેલ્ફી વીડિયો વાઇરલ

Wednesday 09th October 2019 07:58 EDT
 

પાલનપુર: દાંતા-અંબાજી માર્ગ ઉપર ૩૦મી સપ્ટેમ્બરે સર્જાયેલા ગોઝારા અકસ્માતના આઠ કલાક પહેલાં લેવાયેલો ડ્રાઈવરનો સેલ્ફી વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કુલ ૨૨ લોકોનાં મૃત્યુ થયાં છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આ આ અકસ્માત થયો હોવાના અહેવાલ વચ્ચે ડ્રાઈવર સામે નોંધાયેલા ગુનામાં આ વીડિયો પુરાવા તરીકે લેવાશે તેમ પોલીસે જણાવ્યું છે. અંબાજી ત્રિશુળિયા ઘાટમાં અકસ્માત થયા બાદ બસચાલકનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે એવો તર્ક છે કે આ વીડિયો અકસ્માત સમયે ઉતારવામાં આવ્યો છે અને બસચાલકની ગંભીર બેદરકારીના સવાલ ઉઠયા છે. જોકે આ મામલે બનાસકાંઠા પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ વીડિયો અકસ્માત સમયનો નથી અને ખેડબ્રહ્માના રસ્તામાં ઉતારેલો વીડિયો હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter