અંબાજીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી ગોલ્ડ મોનેટાઇઝેશન યોજનામાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બીજા તબક્કામાં ૧૩ કિલો સોનું મૂકવામાં આવ્યું છે. ગુજરાત સરકારની મંજૂરી પ્રમાણે દેવસ્થાન ટ્રસ્ટના કલેક્ટર શ્રીજેનુ દેવન તથા ટ્રસ્ટના ટ્રસ્ટી અગ્રણીઓની હાજરીમાં ૬ઠ્ઠી એપ્રિલે અંબાજી મંદિરમાં ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કાર્યવાહી કમિટીએ મોનેટાઇઝેશન યોજના મુજબ સોનાનો સ્વીકાર કર્યો હતો.