વિરમગામઃ અંબાજી - વિરમપુર માર્ગ પર બેડાપાણી નામનું ગામ આવેલું છે. ગામથી અંદરના જંગલમાં એક પૌરાણિક મહાદેવ મંદિર નજીક વિશાળ પથ્થરો મોટી મોટી તિરાડો પડેલી શિલાઓની વચ્ચે નાની ગુફા આવેલી છે. અહીં નજીકમાં બહારની ભાગે એક શીલા પર ભીંત ચિત્રો કંડરાયેલા છે. અંબાજી ટ્રસ્ટ સાથે સંકળાયેલા વિજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ ચિત્રો વિશે કહેવાય છે કે, તે મહારાણા પ્રતાપના સમયના છે. આ ચિત્રોમાં યુદ્ધના દૃશ્યો છે.