અમદાવાદઃ જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં આમ તો ભક્તોની ભીડ જામી હતી, પણ મેળાના અંતિમ ચરણમાં પાંચમા દિવસે યાત્રિકોની સંખ્યામાં અચાનક ઘટાડો થયો હતો. અંબાજીમાં પાંચમા દિવસે એટલે કે ચોથી સપ્ટેમ્બરે ૩.૧૫ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં. જ્યારે આગળના ત્રણ દિવસોમાં ભક્તોની ભીડ પાંચ લાખને પાર કરી ગઈ હતી. તેરસે મંદિરના દર્શનપથ પર પણ ભક્તોની ભીડ હતી. શક્ય છે કે શનિવાર અને રવિવારની રજાના કારણે આગળના દિવસોમાં ભીડ હોય. મેળા દરમિયાન અંબાજી દેવસ્થાનને કુલ રૂ. ૨.૯૫ કરોડની આવક થઈ છે.