અંબાજી: આ વર્ષે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમે સાદગીથી અંબાજીમાં ઉજવાયો હતો. જોકે પ્રાગટયોત્સવમાં પણ મા અંબેના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઊઠ્યું હતું. પોષી પૂનમે બે લાખ જેટલા માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. મા અંબાનો પ્રાગટ્યોત્સવ ખૂબ જ સાદાઇથી ઉજવાયો હતો છતાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધામાં ક્યાંય ઓટ જણાઈ નથી. માતાજીના સુવર્ણ શિખરમાં છ લાખ છ હજારનું ૧૧૧૯ ગ્રામ સોનુ, ચાર લાખ સાઠ હજારના ૧૦૧ ગ્રામના માતાજીના સુવર્ણ અલંકારોનું દાન મળ્યું હતું.