અંબાજી: યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં મોટાભાગનાં શિખર સુવર્ણમય બની ગયું છે ત્યારે હજુ પણ દાનવીરો દ્વારા સુવર્ણ અથવા રોકડના દાન અર્પણ કરી રહ્યા છે. યુકેસ્થિત એક પટેલ દાતાએ સુવર્ણ પેટે રૂ. સાત લાખનો ચેક અંબાજી મંદિર ટ્રસ્ટના સંચાલકને અર્પણ કર્યો હતો, આ દાન બદલ ટ્રસ્ટે તરફથી દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.