અંબાજીઃ ઉત્તર ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં વિસ્તૃતિકરણ અને સૌંદર્યકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજીને ગ્રીન સીટી અને બ્યુટીફીકેશન માટે રૂ. ૨૨ કરોડના ખર્ચે વિકાસના કામો હાથ ધર્યા છે. જેમાં શક્તિદ્વાર, રંગબેરંગી ફુવારા, ૫૧ શક્તિપીઠ પરીક્રમા માર્ગમાં પાવર પેક સિસ્ટમ, મંદિર સંકુલમાં કોતરણીવાળા પત્થરનો દર્શનપથ, સહિતના રૂ. ૧૧.૮૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ જેનું લોકાર્પણ ૧૬ જુલાઇએ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.