પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે આવેલા અંબુજા ફેક્ટરી કે જેમાં કોટન વિભાગમાં કામ કરતાં ૩૫ જેટલા કામદારોને અડધી રાત્રે કંપની દ્વારા સિક્યુરીટીની મદદથી બળજબરી રૂમોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. અને તેમને સામાન સાથે બસમાં બેસાડી હિંમતનગર છોડી દેવામાં આવ્યા હતા. અમને કંપનીમાં રાતદિવસ કામ કરાવાય છે તેના બદલામાં પૂરતું વળતર મળતું નથી. મહિલાઓ પાસેથી પણ રાત-દિવસ મશીનની જેમ ૧૨થી ૧૬ કલાક કામ લેવાય છે અને રાત્રિના સમયે મહિલાઓની છેડતી કરાય છે. અમને ન્યાય જોઈએ છે.
કંપનીનું આ મુદ્દે કહેવું છે કે, કામદારોએ ભેગા મળીવે મેનેજરની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને કામ છોડીને જાતે ચાલ્યા ગયા હતા. આ કોઈ મોટી ઘટના નથી. વર્કરો તેમનો ખોટી રીતે બચાવ કરે છે.