મહેસાણાઃ આંગડિયા પેઢીમાં નોકરી કરતા મહેસાણાના કંથરવી અને બલોલના સંજય, રમેશ, અશ્વિન, ઉત્તમ અને કિરણ નામના યુવાનો ત્રણેક માસથી હરિયાણામાં આવેલા યમુનાનગરના મોડલ ટાઉનમાં ચાર માળની બિલ્ડિંગમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. ૨૨મી જાન્યુઆરીએ પાંચેય પોતાના રૂમમાં હતા ત્યારે કારમાં આવેલા અજાણ્યા પાંચ જણામાંથી ચાર માણસો પિસ્તોલ સાથે રૂમમાં ધસી આવ્યા હતા અને રૂ. ૮૦ લાખની રકમ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે ભાગી રહેલા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.