વાવઃ તાલુકામાં આવેલા માકડા ગામના ભરતભાઈ પારેગીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે ૧૦૦ દીકરીઓને દત્તક લીધી હતી. દીકરીઓને દત્તક લઈને તેમણે પોતાની પાંચ વર્ષની મૃત દીકરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.
શિક્ષણ અને સાહિત્ય સાથે સંકળાયલા ભરતભાઈ પારેગી વાવમાં એનજીઓ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. હાલમાં વાવ, થરાદ, દિઓદર, ભાભર, ડીસા અને પાલનપુર ખાતે તેમની એજ્યુકેશન સંસ્થા ચાલે છે જેમાં બે પ્રાથમિક શાળાઓનો પણ સમાવેશ થાય છે.