મહેસાણા: ઊંઝા એપીએમસીમાં ખરીદ વેચાણના સોદાઓની થતી શેષ આવકમાં કરોડોની કૌભાંડ ગજવનાર કર્મચારી સૌમિલ પટેલને નિવેદન માટે નોટિસ પાઠવાતા ૨૪મીએ એપીએમસીમાં જિલ્લા રજિસ્ટ્રર સમક્ષ સવારે હાજર તો થયા પરંતુ માનસિક સ્થિતિ સારી ન હોવાનું નિવેદન આપીને દસ દિવસ બાદ જવાબ આપવાનું કહી ચાલી નીકળ્યા હતા. ત્યાં જ એપીએમસીના સેક્રેટરીની અરજી મામલે પોલીસ સૈમિલને લઇને બ્રાહ્મણવાડા પોલીસ મથકે પહોંચી હતી. જે ત્રણ-ચાર કલાક સૌમિલને બેસાડી નિવેદન લેવાયું હતું.
એવું તો શું રધાયું કે શેષમાં નાણાંની મોટાપાયે ખાઇકીના વર્તમાન ચેરમેન સહિત આગેવાનો ઉપર ગંભીર આક્ષેપો કરનાર કર્મચારીની હવે પુરાવાઓ અને જવાબ તલબના સમયે માનસિક સ્થિતિ નાદુરસ્ત બની ગઇ? તેવા સવાલ ઉઠ્યા. એપીએમસી સત્તાની સાઠગાંઠમાં શું સૌમિલ મહોરું છે કે પછી સત્તાની સાઠમારીમાં પ્રકરણ દબાઇ રહ્યું છે તેવી ચર્ચાઓ છે.